News Portal...

Breaking News :

લોકસભા ચૂંટણીમાં 'દેશ માટે દસ મિનિટ' ફાળવી અચૂક મતદાન કરવા માટે મતદારોને વડોદરા કલેક્ટરશ્રીનું આહ્વાન

2024-05-02 16:51:12
લોકસભા ચૂંટણીમાં 'દેશ માટે દસ મિનિટ' ફાળવી અચૂક મતદાન કરવા માટે મતદારોને વડોદરા કલેક્ટરશ્રીનું આહ્વાન

વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી અને વાઘોડીયા વિધાનસભા મતવિભાગની પેટાચૂંટણી માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. મતદાન આગામી તા. ૭ મે, ૨૦૨૪ ના રોજ સવારે ૭ કલાકથી સાંજના ૬ કલાક સુધી યોજાનાર છે. ત્યારે, જિલ્લામાં લોકશાહીના અવસર સમી લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સર્વે મતદારોને પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી. એ. શાહ દ્વારા કરવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બીજલ શાહે લોકસભા સામાન્ય ચૂંટણીમાં વડોદરા શહેર-જિલ્લાના તમામ મતદારોને મતદાર તરીકેનો નાગરિક ધર્મ નિભાવી લોકશાહીના આ અમૂલ્ય અવસરને રેકોર્ડબ્રેક મતદાન થકી દીપાવવા અનુરોધ કરી, દેશ માટે દસ મિનિટ કાઢી અચૂક મતદાન કરવા માટે હૃદયપૂર્વક અપીલ કરી છે. વધુમાં વઘુ મતદાન થાય તે માટે મતદાન મથકો પર મતદારોને પૂરતી સુવિધા મળી રહે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે તમામ મતદાન મથકો પર સુચારું વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિએ શહેર-જિલ્લાના તમામ મતદારોને ચોક્કસ મતદાન કરવા સાથે સગા-સંબંધી, મિત્રો, પાડોશીઓ સહિત તમામને મતદાન કરવા માટે અપીલ કરી છે.  

Reporter: News Plus

Related Post